RTO ની 58 સુવિધાઓ હવે ઘરે બેઠા મળશે: ડ્રાઈવિંગ લાયસન્સ જેવા કામ કરવા માટે ઓફિસોના ધક્કા નહીં ખાવા પડે

By | October 4, 2022

Table of Contents

 

RTOની 58 સુવિધાઓ હવે ઘરે બેઠા મળશે: ડ્રાઈવિંગ લાયસન્સ જેવા કામ કરવા માટે ઓફિસોના ધક્કા નહીં ખાવા પડેડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાંસફર જેવી સુવિધાઓ માટે સરકાર રાહત આપી છે.

driving-licence


આરટીઓના ધક્કા હવે બંધ થશે
58 જેટલી સુવિધાઓ ઓનલાઈન મળશે
મોટા ભાગના કામ ઓનલાઈન થઈ જશે

આ પણ વાંચો:-  વાહનની પી.યુ.સી. ડાઉનલોડ કરો મોબાઇલમાં અહિં થી


આ પણ વાંચો:- M-પરિવહનના ઉપયોગ અને રજીસ્ટ્રેશન કરવા માંટે અહિ ક્લિક કરો

ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાંસફર જેવી સુવિધાઓ માટે સરકાર રાહત આપી છે. કહેવાય છે કે, 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. 

નોટિફિકેશન અનુસાર, આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોજ ઓછો થશે. અને સાથે સાથે આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. અને લોકોને રાહત પણ થેશે તથા સરકારી કામમાં સુધારો પણ આવશે.

આ પણ વાંચો:- મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમારૂ નામ મતદાર યાદીમાં તપાસો

આ પણ વાંચો:- તમારૂ ખોવાયેલ મતદાન કાર્ડા ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો

આ પણ વાંચો:- આધાકાર્ડ કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કેવી રીતે જોડવું જાણો અહીંથી


કઈ સેવાઓનો લાભ મળશે?

ઓનલાઈન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ આપવા, કંડક્ટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસે જવાની જરુર રહેશે નહિ.

 

જો આપની પાસે  આધાર નહીં હોય તેવી સ્થિતિમાં શુ કરશો?

નોટિફિકેશન અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર નથી, તો તે પણ દસ્તાવેજી ફોર્મ ભરીને આ સેવાઓનો ફાયદો ઉઠાવી શકશે. તેના માટે સી.એમ.વી.આર, 1989 અંતર્ગત વૈકલ્પિક દસ્તાવેજો જમા કરાવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *