Police Recruitment new Rules 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નવા નિયમો જાહેર.

By | February 12, 2024

Police Recruitment new Rules 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમો જાહેર.

  • પોલીસની ભરતીના નિયમોમાં થઈ શકે છે ફેરફાર 
  • નવા નિયમોના અભ્યાસ માટે અધિકારીઓની કમિટીની કરાશે રચના 
  • અભ્યાસ અને ચર્ચાના અંતે કમિટી રાજ્ય ગૃહમંત્રીને રિપોર્ટ આપશે 
  • રિપોર્ટ બાદ નવા નિયમો અંગે આખરી નિર્ણય કરવામાં આવશે 

Police Recruitment new Rules 2024 : લોકરક્ષક ભારતીના નવા નિયમોઃ સરકારી પોલીસની નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. કે ભરતી બોર્ડ દ્વારા જુદા જુદા સમયે લોકરક્ષક ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે આ ભરતી બહાર પડ્યા પહેલા બોર્ડ દ્વારા LRD ના નવા નિયમ એટ્લે કે ભારતીના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ ભરતી સમયે દર વર્ષે કુલ 100 ગુણનું MCQ પેપર આપવાનું હોય છે પરંતુ હવે નવા નિયમો મુજબ આ પેપર 200 ગુણનું લેવાશે. તેમજ શારીરિક કસોટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જોઈએ શું શું અન્ય ફેરફારો છે.



Police Recruitment new Ruls 2024 નવા નિયમો

સરકારી પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે લોકરક્ષકના વિવિધ સવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકરક્ષકની ભરતીની શારીરિક પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેમજ તેના ગુણ ગણવામાં આવશે નહીં.

Police Recruitment new Ruls 2024

Police Recruitment new Ruls 2024

 

ગુજરાત પોલીસમં આવી બમ્પર ભરતી 

પહેલા શારીરિક કસોટીમાં વજનને ધ્યાને લેવામાં આવતું હતું. જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં. તેમજ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ તમામ ઉમેદવારો MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અગાઉ શારીરિક કસોટી ઉતીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકમાં MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી પરંતુ હવે તેના સ્થાને 200 ગુણનું 3 કલાકનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ A અને ભાગ B એમ બે ભાગમાં લેવામાં આવશે. અને પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

Police Recruitment new Ruls 2024 સિલેબસમાં ફેરફાર

જૂના પરિક્ષાના નિયમ અનુસાર વિષયો પૈકી સાયકોલોજિ, સોશ્યોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને ફક્ત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી માથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વદરના ગુણ આપવામાં આવશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માથી કરેલા કોરશેને વધારાના ગુણ આપવામાં આવશે. જે કોર્ષના અનુરૂપ આવામાં આવશે.

આ પણ વાંચો:- Budget 2024  ।  બજેટ – 2024

 

Police Recruitment new Ruls 2024

ગૃહવિભાગની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક
આપને જણાવી દઈએ કે, ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહવિભાગની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભરતી બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોક રક્ષક ભરતી, PSI અને PIની  ભરતી મામલે ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં અલગ અલગ ભરતીને લઈને થયેલી રજૂઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસ ભરતીના નિમણૂક પત્રો આપવા અંગેની પણ ચર્ચાઓ થશે.

પોલીસ ભરતી  સત્તાવર વેબસાઇટ



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *