GSSSB Recruitment 2024 Exam Dates Qualifications and Application Process for Junior Clerk Positions in Gujarat!
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક્પરિક્ષા (Gujarat Subordinate Services Class III (Group- A and Group-B) (Combined Competitive Examination) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
Gujarat Gaun Seva Pasandgi Mandal: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે. ગ્રુપ A અને Bમાં વિવિધ 22 કેડરને લઈ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થયેલ છે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
ગ્રુપ-A:
ક્રમ | સંવર્ગ (વર્ગ-૩) | ખાતાના વદાની કચેરી |
૧ | હેડ ક્લાર્ક | વિવિધ ખાતાના |
૨ | સીનીયર ક્લાર્ક | વિવિધ ખાતાના |
૩ | ઓફિસ આસિસ્ટન્ટ | સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ |
૪ | કલેક્ટર કચેરી ક્લાર્ક | કલેક્ટર કચેરીઓ |
૫ | કાર્યાલય અધિક્ષક | મસ્યોદ્યોગની કચેરી |
૬ | કચેરી અધિક્ષક | ખેતી નિયામકની કચેરી |
૭ | સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧ | નોંધણી નિરિક્ષકની કચેરી મહેસુલ વિભાગ |
૮ | સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૨ | નોંધણી નિરિક્ષકની કચેરી મહેસુલ વિભાગ |
૯ | સ્ટેમ્પ નિરિક્ષક | સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી |
૧૦ | સમાજ કલ્યાણ નિરિક્ષક | નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ |
૧૧ | મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ |
૧૨ | સમાજ કલ્યાણ નિરિક્ષક | નિયામકશ્રી અનુસુચિત જાતી કલ્યાણ |
૧૩ | ગૃહમાતા | નિયામકશ્રી સમાજ સુરક્ષા |
૧૪ | ગૃહપતિ | નિયામકશ્રી સમાજ સુરક્ષા |
૧૫ | મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી | નિયામકશ્રી આદિજાતી વિકાસ |
૧૬ | મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામકશ્રી અનુસુચિત જાતી કલ્યાણ |
૧૭ | ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) | ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા લિ. |
૧૮ | જુનિયર આસિસ્ટન્ટ | નિયામકશ્રી મુદ્રણ અને લેખન સામગ્રી |
વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
Read Also:- GSSSB ની નવી પરિક્ષા પધ્ધતી કેવી હશે જાણો અહિંથી
GSSSB Recruitment 2024 Exam Dates Qualifications
ગ્રુપ-B:
ક્રમ | સંવર્ગ (વર્ગ-૩) | ખાતાના વડાની કચેરી |
૧ | જુનિયર ક્લાર્ક | વિવિધ ખાતાના વડા |
૨ | આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર | ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિ. |
GSSSB Recruitment 2024 Exam Dates Qualifications
Gujarat Govt 4300 Recruitment: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક ઉત્તમ તક મળી છે. ગુજરાત સરકાર 4300 થી વધારે પદો પર નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 કેટર માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સરકારી નોકરી માટે 4 જાન્યુઆરી, 2024થી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે.
ગુજરાત સરકાર 4300 પદો માટે અરજી કરવાની છેલ્લા તારીખ કઇ Last Date To Apply Government Jobs
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર નવી ભરતી કરવાની ઘોષણા કરી છે. આ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 4 જાન્યુઆરી, 2024થી થશે. ઉમેદવારો 31 જાન્યુઆરી, 2024ના રોજ રાતના 23.59 વાગે સુધી ઓનલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીના નિર્ધારિત નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેશે.
સરકારી નોકરી માટે અરજી ફી 4 ગણી વધારી Job Application Fee
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની એપ્લિકેશન ફીમાં તોતિંગ 4 ગણો વધારો કર્યો છે. ફોર્મ ભરનારા ઉમેદવારોએ 111 રૂપિયાના સ્થાને હવે 500 રૂપિયા ચૂકવવા પડશે. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્ધારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. અલબત્ત પરીક્ષામં હાજર રહેનાર ઉમેદાવારોને આ પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત માં જણાવવામાં આવ્યું છે.
સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.
સરકારી નોકરી માટેની શૈક્ષણિક લાયકાત Government Jobs Education Qualification
આ સરકારી નોકરી માટે ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુશન કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત જે-તે પદ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેરવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજની ડિગ્રી સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
કેટલો મળશે પગાર
સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૦૪/૦૧/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૧/૨૦૨૪ (સમય ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઈટ અચુક જોતા રહેવું.
ફોર્મ ભરવા માટે:- અહિ ક્લિક કરો
૧) અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓન-લાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે.
૨) ઓન-લાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંતુ, ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓન-લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક ખોડખાંપણ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો), તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી “રદ” થવાપાત્ર બને છે.
૩) જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની જરૂરી સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર પર એસ.એમ.એસ.થી આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી આ નંબર જાળવી રાખવો જરૂરી અને આપના હિતમાં છે.
સંવર્ગ વાર જગ્યાની માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.