નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬, નવોદયમા પ્રવેશપરીક્ષા માટે ફોર્મ ભરવાનુ શરુ. અંતિમ તારીખ-15-02-2023 જલદીથી ફોર્મ ભરો…

By | January 5, 2023

નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ : ભારતના તમામ રાજયોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૬ મા એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. આ પ્રવેશ પરીક્ષા માટે હાલ ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ ૬ મા પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગયેલ છે. આ પોસ્ટમા આપણે નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ, નવોદય ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક, નવોદય પરીક્ષા જુના પેપરો, નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ, નવોદય પ્રવેશ પરીક્ષા નોટીફીકેશન, અને નવોદય પ્રવેશ પરીક્ષા બાબતે જરુરી માહિતી મેળવીશુ.

નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬

પરીક્ષાનુ નામજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૩
પરીક્ષા આયોજનનવોદય વિદ્યાલય સમિતિ
પ્રવેશ ધોરણધોરણ ૬
પરીક્ષા તારીખ૨૯ એપ્રીલ ૨૦૨૩
ઓફીસીયલ વેબસાઇટ navodaya.gov.in
પરીક્ષા માધ્યમગુજરાતી/હિન્દી/અંગ્રેજી

 

નવોદય પ્રવેશ પરીક્ષા ઓનલાઇન ફોર્મ ભરવા સ્ટેપ

નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.

  • સૌ પ્રથમ નવોદય વિદ્યાલય ની ઓફીસીયલ વેબસાઇટ Navodaya.gov.in ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઇટ પર હોમ પેજ પર Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2023 ઓપ્શન પર ક્લીક કરવુ.
  • ફોર્મ ઓનલાઇન ભરવાનુ શરુ કરતા પહેલા જરુરી ડોકયુમેન્ટ તૈયાર કરી તેને નિયત સાઇઝમા સ્કેન કરીને તૈયાર રાખવા.
  • ત્યારબાદ વિદ્યાર્થીનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીની જરુરી માહિતી સબમીટ કરવાની રહેશે.
  • ત્યારબાદ જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • જરુરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રીન્ટ આઉટ લઇ વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવી રાખવી

નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ

  • જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીનો ફોટો
  • વાલીની સહિ
  • વિદ્યાર્થીની સહિ
  • આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર

ઉપર મુજબના તમામ ડોકયુમેન્ટ સ્કેન કરી JPEG ફોરમેટમા 10-100 ની સાઇઝમા ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

What is the date of Navodaya exam 2023 Class 6? What is the date of navodaya exam 2023? How can I apply for Navodaya 2023? What is the age limit for Jnv Class 6?



નવોદય પ્રવેશ પરીક્ષા અગત્યની તારીખો

ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ2-1-2023
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15-02-2023
પરીક્ષા તારીખ29-4-2023

નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ અગત્યની લીંક

ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશન PDF અહિંં ક્લીક કરો
નવોદય પ્રવેશ પરીક્ષા સૂચનાઓ ડીટેઇલ PDF અહિંં ક્લીક કરો
નવોદય વિદ્યાલય ઓફીસીયલ વેબસાઇટઅહિંં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક અહિંં ક્લીક કરો
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો PDF અહિંં ક્લીક કરો

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

નવોદય પ્રવેશ પરીક્ષા કયા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થી આપી શકે ?

Ans: ધો.૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરી શકે.

નવોદય વિદ્યાલય ક્યા આવેલી છે ?

Ans: નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *