રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરો આ રીતે. । How To Download Aadhar Without Registered mobile number.

By | September 11, 2022

How To Download Or Get Aadhar Card Without Registered mobile number. 


Table of Contents

હવે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરો આ રીતે.

મિત્રો, આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ આપણા દેશમાં તમામ લોકો માટે ફરજિયાત ઓળખ કાર્ડ બની ગયું છે. આપણે કોઈપણ સરકારી ઓફિસ કે અન્ય કોઈ કામે જઈએ તો સૌથી પહેલા આપણી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

સરકારે આધાર કાર્ડને મૂળભૂત દસ્તાવેજ તરીકે માન્યતા આપી છે. લોકોની પ્રથમ ઓળખ તરીકે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડ એ આપણા દેશના તમામ નાગરિકો માટે ફરજિયાત દસ્તાવેજ છે. આધાર કાર્ડ એ આજના જમાનામા દરેક પ્રકારની સરકારી યોજનાઓ અને વિવિધ પ્રકારના કામ કાજમાં ખુબજ ઉપયોગી છે. જેમા આધાર કાર્ડ વિના આપણે કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી અને આજે તો આપણે બેંકમાંથી પૈસા પણ આધાર કાર્ડથી જ ઉપાડી શકીએ છીએ અને હાલમાં લોન પણ લઈ શકીએ છીએ…..

how-to-download-adhar-carad

આપણે આપણા નજીકના આધાર કેન્દ્ર પરથી આધાર કાર્ડ મેળવી શકીએ છીએ પરંતુ જ્યારે આપણું આધાર કાર્ડ ખોવાઈ જાય કે બગડી જાય અથવા આપણે બીજું આધાર કાર્ડ મેળવવું હોય ત્યારે આપણને  ઘણી મુશ્કેલી પડે છે. ઓફિસના ધક્કા ખાવા પડે છે. અને જો આપણી પાસે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલ હોય, તો આપણે મોબાઈલમાં ઈ-આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ.

પરંતુ જો તમારા આધાર કાર્ડ સાથે કોઈ મોબાઈલ નંબર લિંક ન હોય તો………! 

તો આપણને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને આપણે આપણા મોબાઈલમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકતા નથી. તેથી UIDAI દ્વારા એક મોટું અપડેટ આધારની વેબ્સાઇટ પર કરવામાં આવેલ છે જેના થકી આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોવા છતાં પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ.

હવે આપણે જણીએ મોબાઈલ નંબર રજીસ્ટર ન હોવા છતાં આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું…. 

અહિં આધારકાર્ડને મોબાઇલ નંબર વગર કેવી રીતે ડાઉનલોડ કરવું તે અંગે અમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જે ને અનુસરતા જાઓ અને તમારો આધાર કાર્ડ મેળવો માત્ર થોડી જ વારમાં…

મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
OTPવગર આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

1આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે, પહેલા આધાર કાર્ડ Uidaiની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને “My Adharપર ક્લિક કરો.

2પછી “Order PVC Adharપર ક્લિક કરો.

3હવે 12 અંકનો આધાર કાર્ડ નંબર અથવા 16  આકડાની વર્ચ્યુઅલ આઇડી નંબર અથવા 28 આઅકડાની એનરોલ્મેન્ટ આઇડી દાખલ કરો.

4ત્યાર બાદ બાજુમા અપેલો કેપ્ચા કોડ  દાખલ કરો.

5જો તમારો મોબાઈલ નંબર લિંક થયેલો નથી તો આપેલા વિકલ્પ (મોબાઈલ રજીસ્ટર નથી) પર ચેક કરો.

6પછી મોબાઈલ નંબર દાખલ કરવાનું ઓપ્શન ખુલશે જેમા તમારો ચાલુ મોબાઈલ નંબર દાખલ કરોઅને સેન્ડ (OTP) ઓટીપીના બટન પર ક્લિક કરો.  

7ત્યાર બાદ તમે દાખલ કરેલ મોબાઇલ નંબર પર આવેલો (OTP) ઓટીપી દાખલ કરો.

8પછી દાખલ કરેલ મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી સબમિટ કરો અને બોક્સ પર ક્લિક કરીને નિયમો અને શરતો વાંચો અને સબમિટ કરો

હવેઆગલા પૃષ્ઠ પર, તમને તમારા આધાર PVC કાર્ડનું પૂર્વાવલોકન મળશે જે તમે રૂ. 50/- (GST અને સ્પીડ પોસ્ટ ચાર્જ સહિત) ની ચુકવણી કરીને ડાઉનલોડ કરી શકો છો.

સફળ ચુકવણી પછી, ડિજિટલ હસ્તાક્ષર સાથેની રસીદ જારી કરવામાં આવશે, જેને રહેવાસીઓ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકે છે. રહેવાસીઓને SMS દ્વારા 28 અંકનો સેવા વિનંતી નંબર પણ મોકલવામાં આવશે.

આધાર PVC કાર્ડ માટે અરજી પ્રાપ્ત થયાના 5કામકાજના દિવસોમાં, UIDAI પ્રિન્ટેડ આધાર કાર્ડ પોસ્ટ વિભાગને બહાર પાડે છે. તમારો આધાર PVCકાર્ડ્સ, આધાર ડેટાબેઝમાં દર્શવેલા તમારા રજિસ્ટર્ડ સરનામાં પર, ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ ડિલિવરી રેગ્યુલેશન્સ અનુસાર, ઇન્ડિયા પોસ્ટની SPEED POSTસેવા દ્વારા મોકલવામાં આવે છે.

 આધાર પીવીસી કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદા   

UIDAIએ આધાર PVC કાર્ડ લોન્ચ કર્યું છે, જે આધારનું સૌથી તાજેતરનું વર્ઝન છે. PVC-આધારિત આધાર કાર્ડમાં અસંખ્ય સુરક્ષા પગલાં સાથે આધાર કાર્ડ ધારકના ફોટોગ્રાફ અને વસ્તી વિષયક વિગતો સાથેનો ડિજિટલી હસ્તાક્ષરિત એનક્રિપ્ટેડ QRકોડ હોય છે.

તેને આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા uidai.gov.inઅથવાresident.uidai.gov.inપર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ તે લોકો કરી શકે છે જેમની પાસે આધાર કાર્ડનું PVCવર્ઝન ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નથી.

આધાર પીવીસી કાર્ડનો ઉપયોગ કરવાનો સૌથી વધુ ફાયદો એ તેની સુરક્ષા સુવિધાઓ છે જેમાં સિક્યોર ક્યૂઆર કોડ, હોલોગ્રામ, માઇક્રો ટેક્સ્ટ, ઘોસ્ટ ઇમેજ, ઇશ્યૂ ડેટ અને પ્રિન્ટ ડેટ, ગિલોચે પેટર્ન અને એમ્બોસ્ડ આધાર લોગો છે.

પીવીસી કાર્ડ/લેટર એ તમારા આધાર કાર્ડનું ભૌતિક છે, તેથી તમે આપેલી વિગતોમાં ફેરફાર પણ કરી શકો છો. ભારતીયો કે જેઓ તેમના આધાર પીવીસી કાર્ડને અપડેટ કરવા માગે છે તેઓએ ફેરફાર માટે વિનંતી સબમિટ કરવા માટે કાયમી નોંધણી કેન્દ્ર અથવા SSUP પોર્ટલની મુલાકાત લઈને તેમના આધારને અપડેટ કરવવું જરૂરી છે.

મિત્ર આર્ટિકલ ગમે તો તમારા મિત્ર વર્ગને જરૂરથી મોકલાવજો…અનેતમને પણ આધાર કાર્ડ ડાઉલનલોડ કરવામાં કોઈ મુસ્કેલી પડેલ હોય તો…  કોમેન્ટ સેક્શનમા જરૂર જણાવજો જેથી અમે આધાર કાર્ડને લગતી અપડેટ આપા સૌ સુધી પહોચાડતા રહિએ…….


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *