Gujarat State Eligibility Test GSET 2023 Exciting Latest News!

By | September 6, 2023

Gujarat State Eligibility Test GSET 2023  | GSET Exam Date 2023



 

ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) નવેમ્બર 2023 ગુજરાત રાજ્ય વતી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, નોડલ એજન્સી, ગુજરાત રાજ્યના ઉમેદવારોની પાત્રતા નક્કી કરવા માટે 26-11-2023 (રવિવાર) ના રોજ 16મી ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા (GSET) યોજવાની જાહેરાત કરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયેલા 11 કેન્દ્રો પર 23 વિષયોમાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પરીક્ષા લેવામાં આવશે.

Gujarat State Eligibility Test GSET 2023 Exciting Latest News! | GSET Exam Date 2023

શૈક્ષણિક લાયકાત, પાત્રતા, વય મર્યાદા અને અન્ય વિગતો માટે આ લેખને વાચો.



 

આ પરીક્ષા ફક્ત અરજદારો માટે જ ખુલ્લી છે જેમણે તેમની માસ્ટર ડિગ્રી મેળવી છે. માસ્ટર પ્રોગ્રામ માટે પસંદ કરેલ વિષય યુજીસી દ્વારા માન્ય હોવો આવશ્યક છે. જો ઉમેદવારનો પસંદ કરેલ વિષય UGC ની GSET યાદીમાં નથી, તો તેણે UGC NET/UGC – CSIR નેટ પરીક્ષા આપવી પડશે, જે વર્ષમાં બે વાર લેવામાં આવે છે. એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU), નવી દિલ્હી, નીચેની કોઈપણ ડિગ્રી ધરાવતા ઉમેદવારોને મંજૂરી આપવી આવશ્યક છે.

Gujarat State Eligibility Test GSET 2023

Gujarat State Eligibility Test GSET 2023

 

 

 

 

 

 

 

 

આ પણ વાંચો: Gujarat SET Latest Exam Pattern (Paper 1, 2)

 

આ પણ વાંચો: GSET Commerce latest Syllabus for 2023 Important Update.



અરજી ફી | Application fees for GSET Exam Date 2023

  • રૂ. 900/- + બેંક શુલ્ક – સામાન્ય / જનરલ – EWS / SEBC (નોન-ક્રિમી લેયર) ઉમેદવારો
  • રૂ. 700/- + બેંક શુલ્ક – SC/ST/ટ્રાંસજેન્ડર ઉમેદવારો.
  • રૂ. 100/- + બેંક શુલ્ક – PWD (PH/VH) ઉમેદવાર

Examination Centres | પરીક્ષા કેન્દ્રો

1. વડોદરા
2. અમદાવાદ
3. રાજકોટ
4. સુરત
5. પાટણ
6. ભાવનગર
7. વલ્લભ વિદ્યાનગર
8. ગોધરા
9. જુનાગઢ
10. વલસાડ
11. ભુજ

પરીક્ષા કેન્દ્ર અને તેના કોડ નીચે મુજબ રહેશે.

Gujarat State Eligibility Test GSET 2023

Gujarat State Eligibility Test GSET 2023

 

 

 

 

How To Apply | કેવી રીતે અરજી કરવી

GSET Exam Date 2023

 

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- www.gujaratset.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતાં પહેલા અને જમા કરાવતા પહેલાં “શૈક્ષણિક લાયકાત” વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટના વેબસાઇટ પર

મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્રો(છાપાં) અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝ વગેરેમાં પ્રકાશિત જાહેરાત જાહેરનામા ની ધ્યાનપુર્વક અભ્યાસ કરવો.

Gujarat State Eligibility Test GSET 2023 |  GSET Exam Date 2023



 

ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય બે ફરજિયાત પગલાં

સ્ટેપ ૧ – પરીક્ષા ફી ભરવી.

ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી, પરીક્ષા ફી

તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે.

ફી ચુકવણી માટે માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.

સ્ટેપ-૨ મો GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ order Number અને Eazypay Transaction ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.

પગલું ૨ GSET પરીક્ષા માટે ઓનલાઇન ઉમેદવારી ની નોંધણી કરો



ઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ

ફોટો JPEG ફોર્મેટમાં 100kbથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઇએ. ઉમેદવાર GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર Order Number અને Eazypay

Transaction ID થી પોતાના ખાતામાં “LoGIN” થયા બાદ ”

step 2 – Register Online for GSET” બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.

ઓનલાઇન અરજી ફોર્મ પર માગેલી બધી જ માહિતી ખાસ સાવચેતી રાખી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સ્ક્રિન પર આવતી માહિતીને અનુસરવૂ તમારુ નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, શારીરિક અથવા દ્રષ્ટીની વિકલાંગતા, અરજી ફી, પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો.

કારણકે એકવાર ફોર્મ જમા કરાવ્યા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહીં જેને કારણે થતા ગેરફાયદા માટે GSET Agency જવાબદાર રહેશે નહીં.

આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટઆઉટ માત્ર A4 સાઇઝ ના પેપરમાં જ લેવી. ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.

GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી (પગલું – ૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું – ૨) બંને ફરજીયાત છે.



Important Dates | મહત્વની તારીખો

Starting of Online Registration: 21-08-2023

 

Starting of Fee Collection: 21-08-2023

 

Last day for Online Application (Step 2): 16-09-2023

 

Last day for Fee Collection: 16-09-2023

 

Gujarat SET Examination Date: 26-11-2023



અગત્ય ની સુચનાઓ:-

GUJARAT STATE ELIGIBILITY TEST 2023

ઓનલાઇન એપ્લિકેશન કરતાં પહેલાં ઉમેદવારે GSET ની વેબસાઇટ પર આપેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક સમાચારપત્રો અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝમાં પ્રકાશિત નોટીફીકેશન (જાહેરનામું)નો બરાબર અભ્યાસ કરી લેવો.

ઓનલાઇન એપ્લિકેશન કરતાં પહેલાં ઉમેદવારે વેબસાઇટ પર આપેલ પરીક્ષા માટેની પાત્રતાના માપદંડો – “Eligibility Criteria” નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો અને પોતે પરીક્ષા આપવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધારાવે છે તેની ખાતરી કરી લેવી. એપ્લીકેશન ફોર્મ માત્ર Gujarat SET ની વેબસાઇટ http://www.gujaratset.ac.In પરથી ઓનલાઇન જ ભરી શકાશે.

 



 

GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી પગલું-૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું (પગલું-ર), બંને ફરજીયાત છે. અન્ય કોઈપણ રીતે કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. GSET એજન્સી દ્વારા એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ (હાર્ડ કોપી)માં પણ સ્વીકારવામાં આવશે નહીં.

ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે મની ઓર્ડર, ડીમાન્ડ ડ્રાફ્ટ, ચેક, પે ઓર્ડર કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.



Important Links | મહત્વની લિંકો

 

Notification : Click Here

 

Apply Online : Click Here

 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *