પોસ્ટ ઓફિસની કઇ યોજનામાં રોકાણ કરવું સૌથી બેસ્ટ? ચેક કરો આ માહિતી || Double Your Money in 5 Years! Best Paying Post Office Schemes for Maximum Returns.
ભારતીય પોસ્ટ ઓફિસ દેશમાં આવી ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે, જ્યાં તમને વાર્ષિક 8.2 ટકા સુધી વ્યાજ મળે છે. જો તમને ઓછું જોખમ, વધુ વ્યાજ અને ખાતરીપૂર્વકનું વળતર મળે છે, તો કોઈને પણ રોકાણ કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
વરિષ્ઠ નાગરિક બચત યોજના | Post office schemes for Paying maximum returns for senior
આખી પોસ્ટ ઓફિસ યોજનાઓની લિસ્ટમાં, તમને આ યોજનાનો સૌથી વધુ લાભ મળશે કારણ કે આ યોજનાનો વ્યાજ દર સૌથી વધુ છે. હાલમાં સરકાર આ સ્કીમ પર 8.2 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ. આ સિવાય 55 વર્ષથી વધુ વયના અને 60 વર્ષથી ઓછી વયના નિવૃત્ત લોકો પણ આ યોજનામાં રોકાણ કરી શકે છે, જો કે આવા લોકોએ તેમની નિવૃત્તિ લાભો પ્રાપ્ત કર્યાના 1 મહિનાની અંદર આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે.
તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ એકાઉન્ટ 5 વર્ષ પછી મેચ્યોર થાય છે. જો કે, તમે તેને વધુ 3 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના
જો તમે વરિષ્ઠ નાગરિક યોજના માટે પાત્ર નથી તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો . સરકાર હાલમાં આ સ્કીમ પર 8 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, જે સિનિયર સિટીઝન સ્કીમ પછી સૌથી વધુ છે. જો તમારા ઘરમાં દીકરી છે તો જ તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ એકાઉન્ટ એક પરિવારમાં વધુમાં વધુ બે છોકરીઓના નામે ખોલાવી શકાય છે.
તમારે એક નાણાકીય વર્ષમાં આ સ્કીમમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જો કે તમે આ સ્કીમમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ ખાતું ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પરિપક્વ બને છે. જ્યારે છોકરી 18 વર્ષની થાય અથવા 10મું પાસ થાય ત્યારે તમે આ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો.
Read Also:- સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૩૬૦ ડીગ્રી વ્યુ જુઓ અહિથી.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
આ સ્કીમમાં સરકાર તમને વાર્ષિક 7.7 ટકા વ્યાજ આપે છે. આ સ્કીમમાં રોકાણ કરવાની લઘુત્તમ રકમ 1000 રૂપિયા છે અને તેમાં કોઈ મહત્તમ રકમ નથી. કોઈપણ પુખ્ત વયના લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ ખાતું પાંચ વર્ષ પછી મેચ્યોર બને છે.
મહિલા સન્માન બચત યોજના
મહિલાઓને બચત માટે પ્રોત્સાહિત કરવા પોસ્ટ ઑફિસ દ્વારા ઑફર કરવામાં આવતી આ એક વિશેષ યોજના છે.
બે વર્ષની મુદ્દતની આ યોજનામાં રોકાણ સામે વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે.
પોસ્ટ ઑફિસ અને બૅકો દ્વારા ઑફર કરવામાં આવતી અન્ય યોજનાઓની તુલનામાં આ યોજના ટૂંકા ગાળાની બચત માટે વધુ વ્યાજ આપે છે.
આ યોજનામાં કમસે કમ રૂ. 1,000 અને મહત્તમ રૂ. બે લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. દાખલા તરીકે, તમે એક લાખ રૂપિયાનું રોકાણ બે વર્ષ માટે કરો તો પાકતી મુદ્દતે તમારા હાથમાં રૂ. 1,16,022 આવે છે. તમે મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરો તો પાકતી મુદ્દતે રૂ. 2,32,000 મળે છે.
Double Your Money in 5 Years! Post office schemes for Paying maximum returns for senior
Read Also:- પાટણની રાણીની વાવ જુઓ અહિથી.
નેશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ
આ પાંચ વર્ષના સમયગાળાની ઑલ-ઇન-વન યોજના છે. તેમાં લધુતમ રોકાણ રૂ. 1,000નું કરવું પડે છે, પરંતુ મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.
આ યોજના 7.7 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ઑફર કરે છે અને તેની ચૂકવણી પાંચ વર્ષના અંતે એકસાથે કરવામાં આવે છે. આ યોજનાના વ્યાજદરમાં ફેરફાર થતો નથી.
ખાતાધારકનું મૃત્યુ થાય કે જૉઇન્ટ ઍકાઉન્ટ ધરાવતા દંપતીના છૂટાછેડા થાય તો જ આ યોજનામાંથી સમય પહેલાં બહાર નીકળી શકાય છે.
આ સ્કીમમાં રૂ. એક લાખનું રોકાણ કરવામાં આવે તો પાંચ વર્ષ પછી તમારા હાથમાં રૂ. 1,44,904 આવે છે. એટલે કે તમારા રોકાણમાં 40 ટકાથી વધુનો વધારો થાય છે.
આ યોજનામાં કરવામાં આવેલું રોકાણ ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે.
નેશનલ સેવિંગ્ઝ મન્થલી ઇન્કમ સ્કીમ
આ યોજનામાં વ્યાજની ચૂકવણી માસિક ધોરણે કરવામાં આવે છે. 7.4 ટકા વ્યાજ ઑફર કરતી આ સ્કીમમાં મહત્તમ રૂ. નવ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જૉઇન્ટ ઍકાઉન્ટ હોય તો રૂ. 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે.
આ યોજનામાં રોકાણ કર્યા પછીના પ્રથમ વર્ષમાં પૈસા ઉપાડી શકાતા નથી. તમે એક વર્ષ પછી અથવા ત્રણ વર્ષ પહેલાં ઍકાઉન્ટ ક્લૉઝ કરો તો તમારા રોકાણમાંથી બે ટકા કપાત કરવામાં આવે છે.
તમે ત્રણ વર્ષ પછી યોજનામાંથી બહાર નીકળવા ઇચ્છતા હો તો એક ટકા કપાત કરવામાં આવે છે. જોકે, આ યોજનામાં મળતા વ્યાજની તુલનાએ રોકાણમાંથી કાપી લેવામાં આવેલી રકમ ઓછી હશે.
આ યોજના હેઠળ તમે રૂ. એક લાખનું રોકાણ કરો તો પાંચ વર્ષમાં તમને કુલ રૂ. 37,000 વ્યાજ પેટે મળશે. આ સ્કીમમાં મહત્તમ રૂ. 15 લાખનું રોકાણ કરી શકાય છે. એટલે પાંચ વર્ષમાં તેના વ્યાજ તરીકે રૂ. 5,55,000 મળી શકે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ
જનરલ પ્રૉવિડન્ટ ફંડ એ સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ બચત યોજના છે.
હાલમાં આ સ્કીમમાં 7.1 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. અન્ય યોજનાઓમાં પાકતી મુદ્દતે નિર્ધારિત વ્યાજ ચૂકવવામાં આવે છે, જ્યારે આ સ્કીમમાં વ્યાજનો દર નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આધીન છે. તેમાં પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં ફેરફાર થઈ શકે છે.
આ યોજનાનો કાર્યકાળ 15 વર્ષનો છે અને દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500 અને વધુમાં વધુ રૂ. દોઢ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. રોકાણ વ્યક્તિગત અનુકૂળતા મુજબ એકસાથે અથવા તબક્કાવાર વૃદ્ધિમાં કરી શકાય છે.
તમે કોઈ પણ નાણાકીય વર્ષમાં કમસે કમ રૂ. 500નું રોકાણ આ સ્કીમમાં ન કરો તો તમારું ઍકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. બાદમાં રોકાણની રકમ અને એક વર્ષ માટે રૂ. 50 દંડ ચૂકવીને એકાઉન્ટ ફરી એક્ટિવેટ કરાવી શકાય છે.
તમે આ એકાઉન્ટ 15 વર્ષ સુધી ચાલુ રાખી શકો તેમ ન હો તો પાંચ વર્ષ પછી તમે તમારા કુલ રોકાણની 50 ટકા રકમ ઉપાડી શકો છો.
આ યોજનાનો વધારાનો ફાયદો એ છે કે એક વર્ષ વીતી ગયા પછી તમે તમારા રોકાણમાંથી લોન લઈ શકો છો. લોન પ્રત્યેક વર્ષે એક જ વખત આપવામાં આવે છે.
લોનની ચૂકવણી 36 મહિનામાં કરી દેવામાં આવે તો વાર્ષિક માત્ર એક ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે. ડિફોલ્ટના કિસ્સામાં વાર્ષિક છ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે.
લાંબા ગાળાના રોકાણ માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ પદ્ધતિએ કરવામાં આવે છે.
દાખલા તરીકે, તમે વર્ષે એક લાખ રૂપિયાનું રોકાણ કરતા હો તો 15 વર્ષ પછી તમને રૂ. 27,12,139 મળશે. એટલે કે માત્ર વ્યાજ તરીકે જ તમને રૂ. 12,12,139 મળશે.
આ સ્કીમનો વધારાનો ફાયદો એ પણ છે કે અહીં કરવામાં આવેલું રોકાણ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે. તમને વ્યાજની જે કમાણી થાય છે તેના પર કર ચૂકવવો પડતો નથી.
Double Your Money in 5 Years! Post office schemes for Paying maximum returns for senior
કિસાન વિકાસ પત્ર
લોકોને લાંબા ગાળાના રોકાણ માટે પ્રોત્સાહિત કરવા આ યોજના શરૂ કરવામાં આવી હતી.
તમારા રોકાણને બમણું કરવાની આ શ્રેષ્ઠ યોજના છે.
આ યોજનાનો સમયગાળો 115 મહિનાનો એટલે કે નવ વર્ષ અને સાત મહિનાનો છે.
તેમાં લઘુતમ રોકાણની મર્યાદા રૂ. 1,000 છે, પરંતુ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
સાડા સાત ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ ઑફર કરતી આ યોજનામાં કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ ખાતા ખોલાવી શકે છે.
આ સ્કીમમાં રૂ. એક લાખનું રોકાણ કરવામાં આવે તો પાકતી મુદ્દતે રૂ. બે લાખ હાથમાં આવે છે. રૂ. 10 લાખના રોકાણ સામે રૂ. 20 લાખ મળે છે. લાંબા ગાળાના રોકાણ માટે આ આદર્શ કહી શકાય તેવી યોજના છે, કારણ કે આ સ્કીમ રોકાણને સલામત રીતે બમણું કરી શકે છે.
અલબત, રોકાણ અને અંતે મળેલું વ્યાજ કરમુક્ત નથી.
તમે 115 મહિનાની મુદ્દત પહેલાં રોકાણ પાછું ખેંચવા માગતા હો તો અઢી વર્ષ પછી તમે ખાતું બંધ કરી શકો છો. ખાતાધારકનું મૃત્યુ થાય તેવા કિસ્સા સિવાય ખાતું બંધ કરી શકાતું નથી.
પોસ્ટ ઓફિસની અધિકૃત વેબસાઇટ પર વધુ ચકાસણી કરો. અધિકૃત વેબસાઇ પર જવા માટે અહિ ક્લિક કરો OFICIAL SITE
આમ ઉપરોક્ત જણાવેલ યોજનાઓમાં આપ આપનું રોકાણ કરી શકોછો. ઉપરોક્ત જણાવેલ યોજનાઓ પૈકી કેટલીક યોજનાઓ કર મુક્ત છે અને કેટલીક યોજનાઓ કર મુક્ત નથી. જેની ચકાસણી કરી રોકાણ કરવા સુચન છે.