GSET Syllabus 2023 | Gujarat SET Latest Exam Pattern (Paper 1, 2)
GSET સિલેબસ 2023
ગુજરાત SET લેટેસ્ટ પરીક્ષા પેટર્ન (પેપર 1, 2 )
UGC અને UGC/CSIR દ્વારા આયોજિત કસોટી નેશનલ એલિજીબીલિટી ટેસ્ટ (NET) તરીકે ઓળખાય છે અને આ કસોટીને સમકક્ષ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કસોટી ટેસ્ટ સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ (SET) તરીકે ઓળખવામાં આવી.
પરીક્ષા પદ્ધતિ અને તેનું માળખું 2023
GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બંને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નોનો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે :
પેપર-1 માં 50 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે. પેપર−1 સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું છે. પેપર-1 માં ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલનશક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો હેતુ છે.
પેપર-2 માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત 1000 ફરજીયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે.
આ પણ જુઓ:- રાજ્ય કર અધિકારી (STO), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓ માટે GPSC ભરતી 2023
આ પણ જુઓ:- GSET Syllabus 2023 | Gujarat SET Latest Exam Pattern (Paper 1, 2)
GSET Syllabus 2023 પરીક્ષાનો અભ્યાસક્રમ:- પેપર-1 અને પેપર-2 ના તમામ પ્રશ્નો ફરજીયાત છે. તેમાં જે તે વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમ (including all electives, without option) ને આવરી લેવામાં આવશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયનો અભ્યાસક્રમ ગુજરાત સેટની વેબસાઈટ : www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સેટ કોઈપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહીં.
બંને પેપરના પ્રશ્નો (ભાષા અને વિજ્ઞાનના વિષયોના વિષયો સિવાયના) ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે. ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. પેપર-1 અને પેપર-2 ના કોઈ પ્રશ્નમાં અનુવાદ અંગે કોઈ વિવાદ | મતભેદ જણાય તો અંગ્રેજી વર્ઝન યોગ્ય ગણાશે.
ઉમેદવારોએ પેપર। અને પેપર-2 ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical Mark Render (OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે.
ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન ગુણાંકન પદ્ધતિ અમલમાં નથી.
ઉમેદવાર બંને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઈ ઉમેદવાર પેપર 1 ની પરીક્ષા ન આપે તો તે પેપર-2 ની પરીક્ષા આપી શકે નહીં.
ઉમેદવારે પેપર-1 અને પેપર 2 ની ઓરિજિનલ OMR જવાબવહી પરીશાખંડ છોડતાં પહેલાં નિરીક્ષકને પરત કરી દેવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર-૧ અને પેપર-2 ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવતીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે.
GSET પરીક્ષામાં પુનઃ મૂલ્યાંકન /પુનઃચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નિહ.
દિવ્યાંગ વ્યક્તિઓ માટેની જોગવાઈ :
ગુજરાત સેટ (GSET) ની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC / CSIR – NET ને સમકક્ષ ૨હેશે. ગુજરાત સેટ (GSET) માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : www.gujaratset.in પરથી ડાઉનલોડ કરી શકાશે. GSET એજન્સી વડોદરા કોઈપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહીં.
GSET Syllabus 2023 | GSET અભ્યાસક્રમ
પેપર-1
1:-ટીચિંગ એપ્ટિટ્યુડ
2:-સંશોધન અભિયોગ્યતા
3:-ગદ્ય સમીક્ષા
4:કોમ્યુનિકેશન
5:-ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા
6:-લોજિકલ રિઝનિંગ
7:-ડેટા અર્થઘટન
8:-માહિતી અને સંચાર ટેકનોલોજી (ITC)
9:-લોકો, વિકાસ અને પર્યાવરણ
10-ઉચ્ચ શિક્ષણ પ્રણાલી
નોંધ:- દરેક એકમ માંથી પાંચ પ્રશ્નો પૂછવા માં આવશે. દરે પ્રશ્નના બે માર્કસ રેહસે.
GSET Syllabus 2023 પેપર-2
વિષયો ની યાદી :
ગાણિતિક વિજ્ઞાન (વિષય કોડ – 01)
ભૌતિક વિજ્ઞાન (વિષય કોડ – 02)
કેમિકલ સાયન્સ (વિષય કોડ – 03)
જીવન વિજ્ઞાન (વિષય કોડ – 04)
હિન્દી (વિષય કોડ – 05)
ગુજરાતી (વિષય કોડ – 06)
સંસ્કૃત (વિષય કોડ – 07)
ઇતિહાસ (વિષય કોડ – 08)
સમાજશાસ્ત્ર (વિષય કોડ – 09)
અર્થશાસ્ત્ર (વિષય કોડ – 10)
રાજકીય વિજ્ઞાન (વિષય કોડ – 11)
અંગ્રેજી (વિષય કોડ – 12)
શિક્ષણ (વિષય કોડ – 13)
મનોવિજ્ઞાન (વિષય કોડ – 14)
પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન (વિષય કોડ – 15)
કાયદો (વિષય કોડ – 16)
વાણિજ્ય (વિષય કોડ – 17)
મેનેજમેન્ટ (વિષય કોડ – 18)
કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશન્સ (વિષય કોડ – 19)
પૃથ્વી વિજ્ઞાન (વિષય કોડ – 20)
શારીરિક શિક્ષણ (વિષય કોડ – 21)
ગૃહ વિજ્ઞાન (વિષય કોડ – 23)
ભૂગોળ (વિષય કોડ – 24)
સામાજિક કાર્ય (વિષય કોડ – 25)
Pingback: GSET Commerce latest Syllabus for 2023 Important Update. - Techvalvi
Pingback: Gujarat State Eligibility Test GSET 2023 Exciting Latest News! - Techvalvi