અંબાજી માતાના લાઈવ દર્શન કરો અહીથી.
Ambaji Mandir Live Darshan, Shri Arasuri Ambaji Mata
શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર, તીર્થસ્થળ તરીકે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે, તે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે. જે એક સુપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તેઓની સુખ-સુવિધા જળવાઈ રહે તેમજ માનસિક શાંતિ અને શક્તિ મળે તે માટે રાજ્ય સરકારે મંદિરના જીર્ણોદ્ધાર અને શિખરનું કામ પૂર્ણ કરવા માટે સઘન પ્રયાસો કર્યા છે અને સુવર્ણ કલશોનું સન્માન કર્યું છે. તે 358 સુવર્ણ કલશ ધરાવતું ભારતનું એકમાત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠો પૈકી હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.