GPSC Coaching Sahay 2023:- GPSC ની તૈયારી કરતાં યુવક-યુવતીઓને સરકાર આપશે ૨૦,૦૦૦/- રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે??
GPSC Coaching Sahay 2023:- આજકાલ અનેક યુવક-યુવતીઓ સરકારી નોકળી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં હોય છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ જ કઠીન હોય છે અને દિવસે ને દિવસે તેમાં સ્પર્ધા વધતી જોવા મળે છે. ખાસ કરીને GPSC જેવી ભારે ભરખમ પરીક્ષાની તૈયારી કરવા માટે યુવાનોને અમદાવાદ કે ગાંધીનગર આવીને કોઈ સારા કોચિંગ જોઈન કરવા પડે છે.
આ કોચિંગની ફી પણ ખૂબ વધારે હોય છે. એક તરફ ભણવાનો ખર્ચો અને બીજી તરફ અમદાવાદ કે ગાંધીનગર જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચો. આ બંને ખર્ચાઓ યુવાનોને પરીક્ષા કરતાં પણ વધુ પજવતાં હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુસૂચિત જનજાતિના સ્નાતકોના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય (ડાયરેક્ટ બેનિફિશ્યરી ટ્રાન્સફર) તરીકે અને ગુજરાતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી, ગાંધીનગર (D-SEG) દ્વારા સૂચિબદ્ધ એજન્સી દ્વારા સંચાલિત કેન્દ્રમાં કોચિંગ મેળવી રહ્યા છે. ડી.બી. T. 20,0 00/- પ્રતિ વિદ્યાર્થી યોજના દ્વારા એકવાર અથવા વાસ્તવિક કોચિંગ ફી બેમાંથી જે ઓછી હોય તેનો સીધો લાભ મળશે.
આ યોજનામાં રસ ધરાવતા અને પાત્ર વિદ્યાર્થીઓએ આગામી તા. 17મી ઓગસ્ટ 2023 સુધીમાં D-SAG પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
Read also – ખેડુતો માટે હાલમા ચાલતી સહાય મેળવવા અહિં ક્લિક કરો
GPSC Coaching sahay Scheme 2023 | GPSC કોચિંગ સ્કીમ 2023
યુવાનો નિશ્ચિંત થઈને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સરકાર એક સહાય યોજના લઈને આવી છે. આ યોજના એટલે GPSC Coaching Sahay 2023. આ યોજના મુખ્યરૂપે અનુસૂચિત જનજાતિના યુવાનો માટે શરૂ કરવામાં આવી છે.
અનુસૂચિત જનજાતિના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાના આર્થિક બોજને વિશે ચિંતિત થયા વગર મોકળામને GPSC ક્લાસ ૧ અને ૨ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ કોચિંગ સહાય યોજના હેઠળ, વિષય નિષ્ણાત અને અનુભવી શિક્ષકો દ્વારા કોચિંગ આપવા, ઓડિયો/વિઝ્યુઅલ સિસ્ટમ દ્વારા વિવિધ વિષયોની વ્યાપક સમજ, કોચિંગ સામગ્રી, નિયમિત માસિક પરીક્ષાઓ અને મોક ટેસ્ટનું આયોજન કરવા માટે આદિજાતિ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કોચિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોતાના અંતરિયાળ વિસ્તારોમાં જ GPSC ક્લાસ ૧&૨ માટે અમદાવાદ ગાંધીનગર જેવું કોચિંગ મળી રહે તે માટે ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવલ એજન્સી દ્વારા કાર્યરત કોચિંગ સેન્ટરોમાં આદિજાતિના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે.
Read also – ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જાણો અહિંથી..
Coaching Season | કોચિંગ સિઝન
- કોચિંગનો સમયગાળો ઓછામાં ઓછો ચારથી છ મહિના અને અઠવાડિયામાં પાંચ (5) દિવસ દિવસમાં બેથી ત્રણ કલાકનો હોવો જોઈએ.
વિદ્યાર્થીએ કોચિંગ દરમિયાન 80% બાયોમેટ્રિક હાજરી દર્શાવવી પડશે, પરંતુ કુદરતી આફતો અથવા રોગચાળા જેવા અસાધારણ સંજોગોમાં, શિક્ષણ વિભાગની સમયાંતરે સૂચનાઓ અનુસાર ઑનલાઇન શિક્ષણની મંજૂરી આપવામાં આવશે.
Who Can Avail GPSC Coaching Sahay 2023?| GPSC કોચિંગ સહાય 2023 કોણ મેળવી શકે છે?
Eligibility Criteria | યોગ્યતાના માપદંડ
- આદિજાતિ અભ્યાસમાંથી જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિર્ધારિત લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- આદિવાસી વિદ્યાર્થી જે જીલ્લામાં યીંગ મેળવવા માંગે છે તે જીલ્લાના લક્ષ્યાંક મુજબ સ્નાતક કક્ષાના મેરીટ આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
- અરજદારોએ મૂળ, GPSC વર્ગ-1, વર્ગ-2 સ્પર્ધાત્મક પરીક્ષા અને SPIPA પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરેલ હોવી જોઈએ.
જો આદિવાસી અરજદાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય, તો અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને અનામત વિસ્તાર માટે વિદ્યાર્થી લક્ષ્યાંક હાલની વસ્તી ગણતરીના આધારે ડી-સેગ ઓફિસના આયોજન હેઠળ ઉપલબ્ધ ગ્રાન્ટ મર્યાદાના આધારે ફાળવવામાં આવશે.
જેમાંથી વિદ્યાર્થીઓની પસંદગી સ્નાતક ટકાવારીના આધારે અથવા તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત લાયકાતના મેરિટના આધારે કરવામાં આવશે.
GPSC Coaching Sahay
યોજનાનું નામ | GPSC ક્લાસ ૧&૨ સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
અમલીકરણ વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
કેટલી સહાય મળશે | ૨૦,૦૦૦/- પ્રતિ વિદ્યાર્થી |
કોને સહાય મળશે | આદિજાતિ વિદ્યાર્થીને |
સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ | dsagsahay.gujarat.gov.in |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૧૭/૦૭/૨૦૨૩ |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૭/૦૮/૨૦૨૩ |
Read also – આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડો અહિં થી
Income Limit | આવક મર્યાદા
વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક રૂ.5.00 લાખ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
Standards For Receiving Sahay | સહાય મેળવવા માટેના ધોરણો
- વિદ્યાર્થીએ ડી-સેગ દ્વારા એમ્પેનલ થયેલ એજન્સીમાં કોચિંગ માટે પ્રવેશ મેળવેલો છે તેનું પ્રમાણપત્ર
- કોચિંગમાં વિદ્યાર્થીએ ભરેલી ફીની પહોંચ
- કોચિંગમાં ૮૦% બાયોમેટ્રીક હાજરીનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થી આદિજાતિનો છે, તેનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતું પ્રમાણપત્ર
Required Document |જરૂરી દસ્તાવેજ
ઓનલાઈન અરજી દરમિયાન અરજદાર દ્વારા અપલોડ કરવાના દસ્તાવેજોની વિગતો નીચે મુજબ છે.
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધાર કાર્ડની પીડીએફ
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- શૈક્ષણિક અભ્યાસની માહિતી
- શૈક્ષણિક અભ્યાસને લગતી બધી માર્કશીટ
- બેંકની પાસબુકની પીડીએફ
How to fill form for GPSC Coaching Sahay 2023 | GPSC કોચિંગ સહાય 2023 માટે ફોર્મ કેવી રીતે ભરવું
કોચિંગ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવા માટે નીચેની વિગતોને અનુસરો
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ સૌપ્રથમ ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ્)ના ઓનલાઇન પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- અરજીપત્રકમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતો ઓનલાઈન ભરવાની રહેશે અને તમામ સહાયક દસ્તાવેજો/પ્રમાણપત્રો ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારી અરજી ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તેવો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવી જશે.
આ યોજના સરકાર માન્ય ૧૪ આદિજાતિ જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે જ છે. તેના સિવાય અન્ય જિલ્લામાંથી આવેલી અરજીઓ નામંજુર કરવામાં આવશે, જેની દરેક અરજદારે નોંધ લેવી.
વધુ વિગતો માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો..
Important Link
Read Advertisement : Click Here
Fill The Form : Click Here
More Information : Click Here
Pingback: Important update for GPSC Recruitment for State Tax Officer, Mamlatdar and Other Posts 2023 રાજ્ય કર અધિકારી (STO), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જ